રાપરના સુવઈ નજીક કારમાંથી 81 હજારનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર

daru

copy image

copy image

રાપર ખાતે આવેલ સુવઈ નજીક કારમાંથી 81 હજારનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે આરોપી શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, પોલીસની ટીમે મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી અને ખેંગારપર બાજુથી સુવઈ તરફ આવતી કારને અટકાવતાં કારચાલકે ગાડી હંકારી દીધી હતી. આગળ જઈ આરોપી ઈશમે કાર રોકી પોતે નાસી છૂટ્યો હતો. બાદમાં આ કારની તપાસ કરતાં અહીથી રૂા. 81,000નો દારૂ નીકળી પડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.