મોરબીમાં એક સ્કૂટરમાથી દારૂની 10 બોટલો ઝડપાઈ
copy image

મોરબી ખાતે આવેલ વાવડી રોડ પરના સ્વામિનારાયણ પાર્કમાં આવેલ એક રહેણાંક મકાન સામેથી રાખવામા આવેલ એક સ્કૂટરમાથી દારૂની 10 બોટલો પોલીસે ઝડપી પાડી છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મોરબી ખાતે આવેલ વાવડી રોડ પરના સ્વામિનારાયણ પાર્કમાં આવેલ એક રહેણાંક મકાન સામે રાખવામા આવેલ જ્યુપિટર સ્કૂટરમાં દારૂની બોટલો રાખવામાં આવેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પડી બાતમી વાળા સ્કૂટરમાંથી દારૂની 10 બોટલો ઝડપી પાડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ હાથ ધારવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાજર મળ્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.