ગાંધીધામ ખાતે આવેલ કાર્ગો ગરબી ચોકમાં આગ ભભૂકી ઉઠી
copy image

ગાંધીધામ ખાતે આવેલ કાર્ગો ગરબી ચોકમાં આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવને પગલે અગ્નીશમન દળને જાણ કરવામાં આવેલ હતી. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ બનાવ ગત મંગળવારના સવારના અરસામાં બન્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ કાર્ગો ગરબી ચોક વિસ્તારમાં આવેલ ઝાડી અને કચરામાં કોઇ કારણોસર આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી, થોડી જ વારમાં લાગેલી આગ એ મોટુ સ્વરુપ ધારણ કરી લેતા ગાંધીધામ નગરપાલિકાનો સંપર્ક સાધતા તેના અગ્નીશમન દળે ધસી આવીને બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવેલ હતો.