ભુજ તાલુકાના બળદિયાની શાળામાં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી

ભુજ તાલુકાના બળદિયા ગામની શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી તેમાં સરકારશ્રીના પરિપત્ર મુજબ વધુ ભણેલી દીકરી બડગા ભાવિકા બેનના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યું. ધ્વજવંદન વિધિ બળદિયા કુમાર શાળાના શિક્ષક હિતેષભાઇ દ્વારા કરવામાં આવી.તેમજ સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવામાં આવ્યો.અને બળદિયા કુમાર શાળા ના આચાર્ય સોનલ બેન ગોમતિવાલ ને પ્રતિભાશાળી શિક્ષક નો એવોર્ડ આપવામાં આવ્યો તેમજ કાર્યક્ર્મ નું શાબ્દિક સ્વાગત અમરીન બેન દ્વારા કરવામાં આવ્યું કાર્યક્ર્મ ને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન જુગનીબેન દ્વારા કરવામાં આવ્યું અને આભારવિધિ મૌલીક ભાઈ દ્વારા કરવામાં આવી .અને કાર્યક્ર્મ માં બહોળી સંખ્યામાં ગ્રામજનો smc સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્ર્મ નું સંચાલન બળદિયા કુમાર શાળા ના આચાર્ય સોનલબેન ગોમતીવાલ એ કર્યું .અને કાર્યક્રમ ને સફળ બનાવવા બળદિયા કન્યા શાળા ના આચાર્ય જીગ્નેશભાઈ ભિંડે તેમજ બન્ને શાળા પરિવાર એ જહેમત ઊઠાવી હતી. CRC ઇરફાન ભાઈ મુલતાની એ શુભેચ્છા પાઠવી હતી.આમ કાર્યક્ર્મ સફળ રહ્યો. એવુ યુવા આગેવાન નિરંજન ગરવા ની એક યાદી માં જણાવાયું હતું