મુંદ્રા ખાતે આવેલ ધ્રબમાંથી પાંચ જુગારપ્રેમીઓ ઝડપાયા

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ ધ્રબના સીમ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ જુગાર પ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહીતી મુજબ ગત દિવસે સાંજના સમયે મુન્દ્રાના  ધ્રબની સીમમાં આશુતોષ સીએફએસની નજીક જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ રૂ.1500 હસ્તગત કરી પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.