આધાર પુરાવા વગરના એલ્યુમીનીયમના વાયરો સાથે બેની ધરપકડ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ. મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી જાદવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, અનીરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઇ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ધર્મેન્દ્રભાઇ રાવલ તથા શક્તિસિંહ ગઢવીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ગફુર મામદ નોતીયાર રહે. આશાપુરા નગર, ભુજ વાળો તેના મળતીયા સાથે મળી કોડકી ગામ બાજુ થી એક વાદળી કલરની લોડીગ ગાડી જેના રજી.નં. જીજે ૧૨ બી.એક્સ. ૮૧૬૬ વાળીમાં એલ્યુમીનીયમના વાયરોના ગુચડા ભરી ભુજ તરફ આવી રહ્યો છે અને તેમની પાસે રહેલ એલ્યુમીનીયમના વાયરો ચોરી કે છળકપટથી મેળવેલ છે અને તેઓ આ વાયરો સગેવગે કરવા માટે ભુજ આવી રહ્યા છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા બે ઇસમો મળી આવેલ અને તેમના કબ્જાના વાહનના પાછળના ભાગે એલ્યુમીનીયમના વાયરોના ગુચડા ભરેલ હોઇ જે બાબતે મજકુર ઇસમો પાસે રહેલ વાયરો બાબતે કોઇ આધાર પુરાવા કે બીલ ન હોય અને બે દિવસ પહેલા અમે બન્ને તથા અમારી સાથે અબ્દુલ અભલો મમણ તથા રેહાન ઉર્ફે મોટુડો તથા રઝાક ઉમર મમણ સાથે મળીને રાત્રીના સમયે અમે બધા ભેગા મળી લખપત તાલુકામાં જુણાચાય ગામની બાજુમાં બંધ લાઈનના વાયરો કાપી તે એલ્યુમીનીયમના વાયરો ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

  • કબ્જે કરેલ મુદ્દામાલ
  • એલ્યુમીનીયમના વાયરોના ગુચડા વજન આશરે ૫૦૦ કી.ગ્રા. કિં.રૂ. ૭૫,૦૦૦/-
  • લોડીંગ વાહન રજી.નં. જીજે ૧૨ બી.એક્સ. ૮૧૬૬ કિં.૩. ૩,00,000/-

→ પકડાયેલ ઇસમો

  • ગફુર મામદ નોતીયાર ઉ.વ. ૩૪ રહે. આશાપુરા નગર ભીલાલ મસ્જીદ પાસે, ભુજ
  • સાહીલ ઇશા મોખા ઉ.વ. ૨૨ રહે. મોખા ફળીયુ નાના વરનોરા તા.ભુજ

પકડવાના બાકી ઇસમો

  • અબ્દુલ અભલો મમણ
  • રેહાન ઉર્ફે મોટુડો
  • રઝાક ઉમર મમણ