ગાંધીધામમાં 26 વર્ષીય યુવાનનો આપઘાત
copy image

ગાંધીધામમાં 26 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગાંધીધામના સુભાષનગર વિસ્તારમાં આ ઘટના બની હતી. અહી રહેતો હતભાગી એવો પ્રતીક સોલંકી નામનો યુવાન પોતાના ઘરે હાજર હતો તે સમયે કોઈ અકળ કારણોસર પંખામાં દોરી બાંધી ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.