પશ્ચિમ કચ્છ- ભુજ જીલ્લા પોલીસ દ્વારા લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ અન્વયે SVEEPનું પોલીસ લાઇન 36 ખાતે આયોજન કરવામાં આવ્યું

પશ્ચિમ કચ્છ- ભુજ જીલ્લા પોલીસ દ્વારા લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ અન્વયે SVEEP (SYSTEMETIC VOTERS EDUCATION AND ELECTORAL PARTICIPATION) ACTIVITIES & VOTER AWARENESS PROGRAM નું પોલીસ લાઇન 36 ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આજરોજ પશ્ચિમ કચ્છ-ભુજ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયાનાઓના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મુ.મ.ભુજ એ.આર.ઝણકાતનાઓના માર્ગદર્શન હેઠળ ૩૬ કવાર્ટર પોલીસ લાઈન ખાતે એલ.આઈ.બી. પો.ઈન્સશ્રી પી.બી.ગઢવી તથા રિઝર્વ પો.ઈન્સથી આર.જે.રાતડા નાઓની અધ્યક્ષતામા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે SVEEP (SYSTEMETIC VOTERS EDUCATION AND ELECTORAL PARTICIPATION) ACTIVITIES & VOTER AWARENESS PROGRAM નુ જીલ્લા ચુંટણી અધિકારીશ્રી સાથે સંકલન કરી,મતદાન જાગૃતિ કેમ્પ તથા નિર્દશન કાર્યક્રમનુ આયોજન ક૨વામાં આવેલ જેમા “A MANUAL ON FORCE DEPLOYMENT IN ELECTIONS-2023 તથા HAND BOOK FOR POLICE OFFICER 2023” અંતર્ગત આગામી લોકસભા ચુંટણી- ૨૦૨૪ દ૨મ્યાન પાલન ક૨વા તેમજ મતદાન વિશે સમજ કરવામાં આવેલ હતી જેમા નાયબ મામલતદારશ્રી ગજજર સાહેબ તથા સ્ટાફના કર્મચારીશ્રીઓ દ્વારા EVM MACHIEN પર વોટર્સ દ્વારા કેવી રીતે વોટિંગ કરાય તે બાબતે પોલીસ કર્મચારીશ્રીઓ તથા પોલીસ પરીવારના સભ્યોને નિર્દિષ્ટ ક૨ી સમજ સાથે માર્ગદર્શન આપવામાં આવેલ અને જે અંગે વિઝ્યુઅલ ડિસ્પલે પર લોકસભા ચુંટણી અંતર્ગત વોટિંગ ક૨વાની જાગૃતિ લાવવા પ્રયત્નો કરવામા આવેલ હતા.

ઉપરોક્ત કાર્યક્રમમા પશ્ચિમ કચ્છ ભુજ જીલ્લા ના અલગ-અલગ આવાસ/ પોલીસ લાઈન અને પોલીસ સ્ટેશન/ શાખાઓના પોલીસ કર્મચારીઓ અને તેમના પરીવાર ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.