ભુજ ખાતે આવેલ ગજોડની એક વાડીમાંથી 36 હજારની ડ્રીપલાઈનની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ભુજ ખાતે આવેલ ગજોડ ગામના વાડી વિસ્તારમાં આવેલ એક વાડીમાંથી 36,000ની ડ્રીપલાઈનની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત વિગતો મુજબ  ભુજ ખાતે આવેલ ગજોડ ગામના વાડી વિસ્તારમાં આવેલ એક વાડીમાં તસ્કરોએ ખાતા પાડ્યું હતું. આ મામલે ભુજના કેરા ગામના  વાલજી ધુડા સથવારા નામના આધેડ ખેડૂત દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદ ગજોડ ગામ સીમ વિસ્તારમાં સર્વે નંબર 169 પૈકી 2વાળી ખેતીની જમીન ધરાવે છે. દીકરો ગત તા.19-1ના રોજ ફરિયાદી અને તેમનો દીકરો પોતાની વાડીએ ગયેલ હતા.ત્યાર બાદમાં  સાંજે પરત આવતા સમયે વાડીના શેઢા પર 16 MMની  4500 મીટર લાંબી ડ્રીપ લાઈનના 16 ફીંડલા વાળી રાખેલ હતા. બાદમાં ગત તા. 28-1ના પરત આવી વાડીએ જતાં આ ફીંડલા હાજર ન મળતા પોલીસ મથકે આ ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.