ગળપાદરનાં એક મકાનમાંથી મેફેડ્રોન ડ્રગ્સ  1.95 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક મહિલાને ઝડપી પાડતી એસ.ઓ.જી. પૂર્વ કચ્છ

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ ગળપાદરમાંથી 1.95 લાખના મેફેડ્રોન ડ્રગ્સ એક મહિલાની અટક કરવામાં આવી છે આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગાંધીધામના ગળપાદરમાં જિલ્લા જેલની પાછળની તરફ આવેલ કૈલાસનગર ઝૂંપડપટ્ટી વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી રૂા. 1,95,000ના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક મહિલાની પૂર્વ કચ્છ એસ.ઓ.જી.એ  અટક કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ એસઓજીની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામના ગળપાદરમાં જિલ્લા જેલની પાછળની તરફ આવેલ કૈલાસનગર ઝૂંપડપટ્ટી વિસ્તારના એક રહેણાંક મકાનમાં રહેનાર  મહિલા શંકાસ્પદ માદક પદાર્થ રાખી તેનું વેચાણ કરી રહી છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી મહિલાના કબ્જામાંથી રૂા. 1,95,000નો 19.5 ગ્રામ માદક પદાર્થ કબ્જે કર્યો હતો.ઉપરાંત આ ડ્રગ્સ મહિલા પાસે ક્યાંથી આવ્યું તે અંગેની પૂછતાછ હાથ ધરવામાં આવતા અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું હતું. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી અને આરોપી મહિલાની અટક કરી હતી ઉપરાંત ડ્રગ્સ આપનાર શખ્સને ઝડપી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.