“કોંગ્રેસપક્ષની સતત રજૂઆતો બાદ આખરે ગાંધીધામ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો”

કેન્દ્રમાં કોંગ્રેસની સરકારનાં વડાપ્રધાનો જવાહરલાલ નેહરૂજીથી માંડીને ડો. મનમોહનસિંહજી એ કંડલા ફ્રી ટ્રેડ ઝોન કંડલા એરપોર્ટ તથા માળખાગત સુવિધા ઓ વિગેરેની શોગાત આપી ગાંધીધામ કંડલા ક્ષેત્રનો સર્વાંગી અને અભૂતપૂર્વ વિકાસ બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધીધામ ને મહાનગરપાલિકા નો દરજ્જો મળે તે માટે સતત ચિંતા તથા રજૂઆતો બાદ પણ ભાજપની 27 વર્ષથી રાજ્ય સરકારે સતત વિલંબ કરેલ છતાં આખરે વહીવટી દ્રષ્ટિએ ગાંધીધામ ને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા મોડે મોડે પણ ન્યાય મળેલ જે બાબતને કોંગ્રેસે આવકારી છે અને વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો છે આ બાબતને કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા વી કે હુંબલ શૈલેન્દ્રસિંહ જાડેજા આદમભાઈ ચાકી નવલસિંહ જાડેજા વાલજીભાઈ દનીચા ચેતન જોશી, ભરત સોલંકી,સંજય ગાંધી,સમીપ જોશી,કાસમભાઇ ત્રાયા,હાજીગની માજોઠી રામદેવસિંહ જાડેજા ગનીભાઈ કુંભાર પીસી ગઢવી દીપક ડાંગર, નીતેશ લાલન,કિશોરદાન ગઢવી ધીરજ ગરવા અંજલી ગોર,હાસમ સમા.વિગેરે આ બાબતને આવકાર્ય અને આનંદ વ્યક્ત કર્યો હતો

ઉપરાંત ભુજ નગરપાલિકાને મહાનગરપાલિકા નો દરજ્જો ન મળતા કોંગ્રેસપક્ષના આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભુજ નગરની પ્રજાએ ભાજપને મહાનગરપાલિકાના દરજ્જા માટે ખોબે ખોબે મતો આપ્યા અને ભાજપને સમર્થન કરેલ પરંતુ મહાનગરપાલિકા નો દરજ્જો ભુજને ન મળતા ભાજપના જનપ્રતિનિધિઓની નબળી નેતાગીરી પુરવાર થઈ છે ભાજપના જન પ્રતિનિધિઓ જિલ્લા મથક ભુજને હજી પછાત રાખવા માંગે છે
ભુજ શહેર ગટર નગરીને બદલે આધુનિક નગર બને તેમાં ભાજપ સતાધીશોને રસ નથી આ બાબતે ભુજના નગરજનોમાં ભાજપ પ્રત્યે ભયંકર આક્રોશ છે જેના પ્રત્યાઘાત આગામી લોકસભા ચૂંટણીમાં પડશે અને ભાજપ સતાધીશો ને સતાસ્થાનેથી દૂર કરશે એવું જિલ્લા પ્રવક્તા ગનીભાઈ કુંભાર દ્વારા જણાવાયું છે