વારંવારની રજુઆતો બાદ રાપર વિધાનસભા વિસ્તાર હેઠળના રાપર અને ભચાઉ તાલુકાના વિવિધ ૯ રસ્તાઓના રિસરફેંસિંગ રોડના કામો માટે ૨૬.૫૦  કરોડ મંજુર

         રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા તેમજ લોકો માટે હરહંમેશ તત્પર એવા રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલ તથા પૂર્વ માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા થી લઈને હાલના સતા પક્ષ સહિત વહીવટી તંત્ર સમક્ષ વારંવાર રાપર મતવિસ્તાર હેઠળના વિવિધ રોડ રસ્તાના રિસરફેંસીંગ કામ માટે રજુઆતો કરી હતી.જેનું પરિણામ સ્વરૂપે ૪૦ કરોડના રિસરફેંસિંગ રોડ મંજૂર કરાયા.જેની વિગતો દર્શાવતા જણાવ્યુ હતું કે (૧) રાપર તાલુકાના સઈ થી ટિંડલવા ૩ કી.મી.માટે ૧.૨૦ કરોડ મંજૂર થયા. (૨) રાપર તાલુકાના રામવાવ – વણોઇ ૭ કી.મી. જેના ૨.૮૦ કરોડ મંજૂર થયા. (૩) રાપર તાલુકાના ઘાણીથર એપ્રોચ રોડ ૪ કી.મી. માટે ૧.૫૦ કરોડ મંજૂર થયા. (૪) ભચાઉ તાલુકાના કકરવા – કંથકોટ ૭ કી.મી માટે  ૨.૪૫  કરોડ મંજૂર થયા. (૫) રાપર તાલુકાના ડાભુડા થી ટિંડલવા ૫ કી.મી માટે ૧.૭૫ કરોડ મંજૂર થયા. (૬) રાપર તાલુકાના મેવાસા એન.એચ.થી થોરિયારી – કુંભારીયા પેથાપર માણાબા ૧૩ કી.મી.માટે ૭.૦૦ કરોડ લાખ મંજૂર થયા. (૭) ભચાઉ તાલુકાના જૂના કટારીયા ચંદ્રોડી હજીયાવાંઢ રોડ ૧૩ કી.મી. માટે ૬.૩૦ કરોડ મંજૂર થયા. અને (૮) ભચાઉ તાલુકાના આધોઈ ગમડાઉ નરા રોડ ૩.૫ કી.મી માટે ૧.૭૫.કરોડ લાખ (૯) રાપર તાલુકાના નલિયાટિંબા રોડ ૫ કી.મી. માટે ૧.૭૫ કરોડ આમ કુલ ૯ રોડ અને આશરે કુલ ૬૭.૫ કી.મી ના રોડ રસ્તાઓ રિસરફેંસીંગ કરવા ૨૬.૫૦ કરોડ મંજૂર થયા.જેથી લોકોએ પૂર્વ ધારાસભ્ય સંતોક્બેન ભચુભાઇ આરેઠીયા નો આભાર વ્યક્ત કર્યો.