રોકાણકારોએ નારાજગીની પોસ્ટ ઓફિસમાં ટપાલ દાખલ કરી

એક તરફ રોકાણકારોને આકર્ષવા માટે સરકાર દ્વારા પોસ્ટ ઓફિસના માધ્યમે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે, સુરક્ષિત સલામતીનો વિશ્વાસ પ્રાપ્ત કરેલ આ સેવાને રોકાણકારો દ્વારા ‘નારાજી’ની ટપાલ પોસ્ટ કરવામાં આવી છે.  માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે, પટેલ ચોવીસીના શ્રીમંત રોકાણકારોથી જેની આટ-આટલા દુર્લક્ષ સાથે અસ્તિત્વ બતાવવામાં હાંફી રહ્યા છે અને તે સબબ રજૂઆતો પણ કરવામાં આવી રહી છે, છતાં પણ જવાબદારો હજુ સુધી ગાઢ નિન્દ્રામાં જણાઈ રહ્યા છે. ઉપરાંત રોકાણોને છાપી આપવા પાસબુક જ નથી. ઉપરાંત જ્યાં છે ત્યાં પ્રિન્ટર જેવી પાયાની વસ્તુ જ ઉપલબ્ધ નથી, પર્યાપ્ત સ્ટાફ નથી, સંતોષકારક જવાબ મળતા નથી, પોસ્ટનો ચેક ક્લિયર થવામાં અઠવાડીયા જેટલો સમય લાગી જાય છે.  અમુક પોસ્ટ ઓફિસો તો બની છે, પરંતુ ગ્રાહકોને બેસવા બાંકડા જેવી સામાન્ય સુવિધા ઉપલબ્ધ નથી.

બીજી તરફ ખાનગી બેન્કો રોકાણો પ્રાપ્ત કરવા, પર્સનલ લોન આપવા ગ્રાહકો પાસે જઈને સુવિધા આપવામાં આવી રહી છે. ત્યારે પોસ્ટ ઓફિસમાં આવેલા લોકોને કોઈ બોલાવવા તૈયાર નથી. પ્રાપ્ત માહિતી મુજબ ગ્રાહકો ઇચ્છી રહ્યા છે કે, પોસ્ટ ઓફિસો તાજગીસભર બની સેવાઓ આપે અને ઝડપી સેવા પુનઃ સ્થાપિત કરવામાં આવે. બાંધી મુદ્દતના પોસ્ટ ઓફિસો સામે ન માત્ર ગ્રાહકો, પણ રોકાણકારો, એજન્ટો દ્વારા પણ નારાજી વ્યક્ત કરવામાં આવી અને પોસ્ટને ચોવીસીના રોકાણકારોની નારાજીની ‘ટપાલ’ પોસ્ટ કરવામાં આવી છે.