મુંદ્રા ખાતે આવેલ વડલા નજીકના ધોરીમાર્ગે બે કાર વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત : બે યુવાનોના મોત
copy image

મુન્દ્રા વિસ્તારમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવાનોના મોત નિપજ્યાં હોવાનું સામે આવી રહ્યું છે. આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર આ ગમખ્વાર અકસ્માત ગત દિવસે રાતના સમયે સર્જાયો હતો. જેમાં સામ સામે બે કાર ધડાકાભેર અથડાઈ હતી. જાણવા મળી રહ્યું છે કે, સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં ક્રેટા કારમાં સવાર બે યુવાનોને સારવાર મળે તે પહેલા જ તેમના કરુણ મૃત્યુ નિપજયા હતા. ગત રાતના 9 વાગ્યાના સમયે ક્રેટા કાર અને અલ્ટો કારની વડલા નજીકના ધોરીમાર્ગે સામ સામે બે કારની ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં મુન્દ્રાથી આદિપુર જઈ રહેલી ક્રેટા કારમાં સવાર આદિપૂરના 32 વર્ષીય રવિ ગોસ્વામી અને કીડાણા ગામના 26 વર્ષીય મયૂર સોલંકી નામના યુવાનોના ગંભીર ઇજાઓના કારણે મોત થયા હતા. પોલીસે આ બનાવ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.