પલારા જેલમાં આરોપી દ્વારા કરવામાં આવેલ ભૂખ હડતાલ સ્વેચ્છાએ સમાપ્ત થઈ
સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, પાલારા જેલમાં કરવામાં આવેલ ભૂખ હડતાલ સમેટાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ધાર્મિક લાગણી દુભાવવા અને બેરેક બદલી કરવા અંગે મુંદ્રા કસ્ટોડિયલ ડેથના કાચા કામના આરોપી શખ્સ પાલારા જેલમાં ભુખ હડતાળ પર હતા. માહિતી મળી રહી છે કે એ ભુખ હડતાળ સમેટાઈ છે. ઉપરાંત તેઓએ લેખિત સ્વરૂપે જણાવેલ કે, ભુખ હડતાળ અન્ય વ્યક્તિઓની ઉશ્કેરીણી અને ગેરસમજના પરીણામે કરવામાં આવી હતી. આ ભુખ હડતાળ બિનશરતી, સ્વેચ્છાએ તેમજ અન્ય કોઈ વ્યક્તિએ પરિસ્થિતિના દબાણમાં આવ્યા વિના પૂર્ણ કરેલ હોવાનું તમામ પદાધિકારીઓની હાજરીમાં સ્વીકાર્યું હતું.