પ્રોહીબીશનનાં લીસ્ટેડ બુટલેગરને પાસા તળે અટકાયત કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પુર્વ – કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ, તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ આચરતા ઇસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જેથી ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. દ્વારા પ્રોહી.બુટલેગર હરિસિંહ જોરૂભા વાઘેલા વિરુધ્ધ સામખ્યાળી તથા ગાગોદર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનાં ગુનાઓ દાખલ થયેલ હોય જે અન્વયે પાસા દરખાસ્ત તૈયાર ક૨વામાં આવેલ અને કલેકટરશ્રી કચ્છ તરફથી પાસા દરખાસ્ત મંજુર રાખી પાસા વોરંટ ઈશ્યુ કરતા ઉપરોકત ઇસમને પાસા તળે અટકાયતમા લઈ સુરત લાજપોર જેલ ખાતે જેલ હવાલે મોકલી આપવામા આવેલ છે.

અટકાયતીનું નામ

હરિસિંહ જોરૂભા વાઘેલા ઉ.વ. ૩૯ ૨હે. કિડીયાનગર તા.રાપર

ઉપરોકત આરોપી વિરુધ્ધ નીચે મુજબના ગુના દાખલ થયેલ છે.

(૧) સામખ્યાળી પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં.૧૫૦/૨૩ પ્રોહી.ડ.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧,

८८(२),८३

(૨) ગાગોદર પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં. ૦૦૬૫/૨૩ પ્રોહી.૬.૬૫એ,ઈ, ૧૧૬બી, ८१,८८(२)

ઉપરોકત ગુના સિવાય સદરહુ આરોપી વિરુધ્ધ પ્રોહીબીશનનાં ડુલે- ૧૪ ગુના અગાઉ દાખલ થયેલ છે.

કામગીરી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે