દહેજની SRF કંપનીની બસને નડ્યો અકસ્માત:જોલવા ખાતે આગળ ઉભેલી ટ્રક સાથે અથડાઈ, 5થી વધુ લોકોને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડયા

2d6a0461-ce0a-4474-b374-cf5f975538c9

ભરૂચથી દહેજ તરફ એસઆરએફ કંપનીના કર્મીઓને લઈને જઈ રહેલી લકઝરી બસ આગળ ઉભેલી ટ્રકમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં કંપનીના પાંચથી વધારે લોકોને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતાં.
દહેજમાં ઘણી કંપનીઓ આવેલી છે તેના કર્મચારીઓ ને લાવવા લઈ જવા માટે ખાનગી લક્ઝરી બસોનો ઉપયોગ કરવામાં આવે છે. આજ રોજ ભરૂચથી દહેજ તરફ એસઆરએફ કંપનીના કર્મીઓને લઈને બસ જઈ રહી હતી.તે દરમિયાન બસ જોલવા ગામ નજીક પહોંચતા આગળ ઉભેલી એક ટ્રકના પાછળના ભાગે ધડકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બસમાં સવાર પાંચથી વધુ કર્મચારીઓને ઇજાઓ પહોચતા 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.બનાવની જાણ થતાં આસપાસથી પસાર થતા લોકો પણ મદદે દોડી આવ્યા હતાં.