રાપર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૪૪૬ લાભાર્થીઓના આવાસનુ ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું

આજરોજ રાપર ચિત્રોડ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રાપર વિધાનસભા ક્ષેત્રના ૪૪૬ લાભાર્થીઓના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા આવાસોનુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ચ્યુઅલી ઇ-લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સૌ પાત્રતા ધરાવતા નાગરિકોને પોતાના ઘરનું ઘર મળી રહે એ સપનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સેવિયું છે ત્યારે આ દિશામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે આવનારા સમયમાં હજુ વધુમાં વધુ લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ આપવામાં આવશે .

આ પ્રસંગે લાભાર્થીઓને પ્રતિકાત્મક ચાવી અર્પણ કરવામાં આવી હતી . સમ્રગ કાર્યક્રમનુ સંચાલન હરજી મેકસ આહિર, અરજણભાઈ ડાંગર કર્યું હતું. આભારવિધી ભચાઉ પ્રાંત અધિકારીશ્રી બાલમુકુંદ સુર્યવંશીએ કરી હતી

આજે રાપર ગુરુકુળ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ કેસરબેન બગડા, ઉપ પ્રમુખ ભાવેશભાઇ પટેલ, કારોબારી ચેરમેન શ્રી જયદીપસિંહ જાડેજા, પ્રાંત અધિકારીશ્રી બાલમુકુંદ સુર્યવંશી, રાપર તાલુકા વિકાસ અધિકારી એ.આર.ત્રિવેદી, મામલતદાર એ.એમ.પ્રજાપતિલ સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .