અંજાર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૬૨ લાભાર્થીઓના આવાસનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું

અંજાર વિધાનસભા મત વિસ્તારનો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતનો કાર્યક્રમ અંજાર ખાતે મારૂતિ ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ૬૨ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના આવાસનુ ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૩ લાભાર્થીઓ ધ્વારા પોતાના પ્રતિભાવો રજુ કરવામાં આવ્યા હતાં. તેમજ ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતમાં તેમજ અન્ય હાજર પદાધિકારીશ્રીઓના હસ્તે ૫ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવાસની પ્રતિકાત્મક ચાવી વિતરણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, નગરપાલિકા પ્રમુખશ્રી, ચેરમેનશ્રી-સરહદ ડેરી, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યો તથા વિવિધ રાજકીય આગેવાનો/ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.