ભુજમાં લાઈસન્સ ન હોવાથી પોલીસે એક યુવાનને લાફો માર્યો
copy image

ભુજમાં એક યુવાનને પોલીસે લાફો મારી દીધો હોવાનો મામલો સામે આવી રહ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ભુજમાં ઝોમેટોમાં નોકરી કરનાર શખ્સ પાસેથી પોલીસે લાયસન્સ માગતાં તે ન હોવાથી તેને લાફો મારી દીધેલ હતો. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ શખ્સ શાન એ પંજાબ હોટલ જઈ રહયો હતો એ સમય કોઈ પોલીસકર્મીએ તેને ઊભો રાખી લાયસન્સની માંગ કરી હતી. આ યુવાન પાસે લાઇસન્સ ન હોવાથી બાઈક ડિટેઈન કરવામાં આવી હતી અને તેને લાફો મારી દીધો હતો. માહિતી મળી રહી છે કે, ત્યાર બાદમાં તે સારવાર માટે હોસ્પિટલ ગયેલ હતો.