અંજાર ખાતે આવેલ વરસામેડીમાં પોતાનાં જ મકાનમાંથી પત્ની સહિત બે શખ્સો રૂા. 8.21 લાખની ચોરી કરી થયા ફરાર

અંજાર ખાતે આવેલ વરસામેડીના સીમ વિસ્તારમાં પોતાનાં જ મકાનમાંથી પત્ની સહિત બે શખ્સો રૂા. 8.21 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત તા. 27/1ના રાત્રિના 12.30 વાગ્યે અંજાર ખાતે આવેલ વરસામેડીમાં શાંતિધામ-4માં મકાન નં. 22માં ચોરીનો બનાવ બન્યો  હતો, આ મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર, આરોપી શખ્સો કબાટમાંથી રોકડા રૂા. 1.50 ઉપરાંત સોના ચાંદીના દાગીના સહિત કુલ 6,71,025 લાખના આભૂષણો લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.