ભુજના આર.ટી.ઓ. સર્કલ સામે ધમધમતા દેહ વ્યાપારના ધંધા પર રોક લગાવવા અંગે જાગૃત નાગરિકો દ્વારા લેખિત રજૂઆત કરાઈ

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભુજના આર.ટી.ઓ. સર્કલ સામે  ધમધમતા દેહ વ્યાપારના ધંધા પર રોક લગાવવા અંગે જાગૃત નાગરિકો દ્વારા પોલીસ અધિકારી સમક્ષ માંગ કરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ આ મામલે  આઇ.જી. તેમજ પોલીસવડાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. કરવામાં આવેલ લેખિત રજૂઆત મુજબ,  આર.ટી.ઓ. સર્કલ સામે રાજીવનગરીમાં પ્રવેશતાં જ કોઇ મેટ્રોસિટીના રેડ લાઇટ એરિયામાં પ્રવેશ્યા  હોય તેવું લાગી આવે છે. આ જગ્યાએ દેહ વ્યાપારનો ધંધો બેરોકટોક થઇ રહ્યો છે.  આ સ્થળ પર ચાલતા આ દેહ વ્યાપારના ધંધાને બંધ કરાવવા તેમજ કડક પગલાઓ લેવા રજૂઆત કરાઈ છે. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ,  આ વિસ્તારમાં અગાઉ  પણ પોલીસે  દરોડો પાડીને કાર્યવાહી હાથ ધરી  હતી,  પરંતુ તેને ઘણો સમય થઇ ગયેલ હોવાથી આ દેહ વ્યાપારનો ધંધો પુનઃશરૂ કરી દેવાયો  છે.