47 હજારની રોકડ સાથે પાંચ જુગારપ્રેમીઓને ઝડપી પાડતી મોરબી એ ડીવીઝન પોલીસ

589700500jugar

copy image

copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે 47 હજારની રોકડ સાથે પાંચ જુગારપ્રેમીઓને ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, પંચાસર રોડ નાની કેનાલ રોડ પર દુધેશ્વર એપાર્ટમેન્ટમાં અમુક ઈશમો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા પાંચ ખેલીઓને ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી મુજબ પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ રૂ. 47,300 કબ્જે કર્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.