રાપર શહેર મધ્યે આવેલ બસ ડેપોના સી.સી.ટીવી બંધ કેમરા સત્વરે ચાલુ કરવા ઉપરાંત મુસાફરો માટે શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવા રજૂઆત કરાઈ
રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા તેમજ લોકો માટે હરહંમેશ તત્પર એવા રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ ગુજરતા રાજય વાહન વ્યવહાર મંત્રીશ્રી વિભાગીય નિયામકશ્રી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ લી.ભુજ તથા મેનેજીંગ ડાયરેક્ટરશ્રી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ લી.અમદાવાદ તથા કરછ કલેક્ટરશ્રી સાથોસાથ ડેપો મેનેજરશ્રી રાપર સમક્ષ રજુઆત કરતા જણાવ્યુ હતું કે રાપર મતવિસ્તાર એક મોટો વિશાળ ગામડાઓ ધરાવતો વિસ્તાર છે જેમાં ૧૦૦ થી પણ વધુ ગામડાઓનો સમાવેશ થાય છે.રાપર શહેર એ એક માત્ર આજુબાજુના ૪૦-૪૫ કિ.મી. અંતરના ગામડાઓ સહિત છેવાડા ગામડાઓ માટે મહત્વનુ બસ ડેપો છે.અહી રોજીંદા સ્થાનિક હજારો મુસાફરો સહિત બહારના ઉત્તર ગુજરાત પાટણ મહેસાણા અમદાવાદ વગેરે સ્થળ વિસ્તારના લોકો અવર જવર કરતાં હોઈ પરંતુ મોટા પ્રમાણમાં મુસાફરી કરતાં રાપર ડેપોમાં સામાન્ય નજીવી સી.સી.ટીવી કેમરા જેવી સુવિધા પણ ઉપલબ્ધ નથી તેમજ વિભાગીય નિયામક ના માધ્યમથી રાપર પોલીસ અધિકારીશ્રીને કહ્યું હતું કે રાપર મધ્યે આવેલ બસ ડેપોમાં અસામાજીક તત્વો નો પણ ત્રાસ વધી રહ્યો છે તેમની પર કડક કાર્યવાહી સહિત રાપર બસ ડેપોમાં પેટ્રોલીંગ કરવામાં આવે ઉપરાંત રાપર બસ ડેપોમાં મુસાફરો માટે શૌચાલયની સવલત પણ ન હોઈ જેથી મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી હોઈ માટે તાત્કાલીક ધોરણે સી.સી.ટીવી તથા શૌચાલયની સુવિધાઓ ઉપલબ્ધ કરવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ વહીવટી તંત્ર સમક્ષ માંગ કરી હતી ઉપરાંત હમણાં ટૂંક સમય પહેલા રાપર ડેપોમાં અસમાજિક તત્વ દ્વારા મહિલાની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો.