ભુજ આયુર્વેદ હોસ્પિટલ ખાતે કુપોષણ નિવારણ,સુવર્ણપ્રાશન સંસ્કાર તથા સ્ત્રીરોગ તથા વ્યંધત્વ નિવારણ કેમ્પનું આયોજન

સરકારી આયુર્વેદ હોસ્પિટલ-ભુજ તથા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૨૨/૦૨/૨૦૨૪ના ગુરુવાર ના રોજ પુષ્યનક્ષત્રના દિવસે  સુવર્ણપ્રાશન કેમ્પ કરવામાં આવશે. જેમાં જન્મથી ૧૨ વર્ષની ઉમર સુધીના બાળકોના શારીરિક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા “સુવર્ણ પ્રાશનનાં ટીપાં” નિ:શુલ્ક સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ પીવડાવવામાં આવશે તથા -કુપોષણ નિવારણ કેમ્પ કરવામાં આવશે . જેમાં કુપોષિત/નબળા બાળકોને તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને શકિતવર્ધક તેમજ રક્તવર્ધક આયુર્વેદિક તથા હોમિયોપેથી દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. તથા કિશોરીઓ, ધાત્રીમાતા – ગર્ભીણીમાતા તથા વ્યંધત્વ નિવારણ માટે ખાસ પ્રકારની સમજણ તથા ઔષધ આપવામાં આવશે.

• સુવર્ણપ્રાશનના ફાયદાઓ સુવર્ણપ્રાશન મેધા (બુધ્ધિ), અગ્નિ અને બળ વધારવા વાળું છે. તે આયુષ આપવા વાળુ, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય (શરીર સુદ્રઢ કરનાર), વર્થ (શરીરના વર્ણને ઉજળો કરનાર ) તથા ગ્રહબાધાને દૂર કરવાવાળુ છે. સુવર્ણપ્રાશનથી બાળકનું રોગો થી રક્ષણ થાય છે અને તે છ માસમાં સૃતધર (સાંભળેલી વાતને યાદ રાખવાવાળું) બને છે. અર્થાત તેની સ્મરણશક્તિ ખુબ જ વધે છે તેવું વૈદ્ય પંચકર્મ, સરકારી આયુર્વેદ હોસ્પિટલની અખબારી યાદીમાં જણાવાયું છે.