“NO DRUGS IN EAST KUTCH CAMPAIGN” માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઈસમને ઝડપી પાડતી એસ.ઓ.જી.ગાંધીધામ
માન.પોલીસ મહાનિરીક્ષકથી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા જીલ્લામાં ડેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સુચના આધારે એસ.ઓ.જી.ટીમને મળેલ બાતમી હકીકત આધારે ભચાઉ વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટી PWD ક્વાટર્સની બાજુમાં રહેતા ચાંદમોહમ્મદ મામુખા તૈલી તથા છોટુસિંહ કરણસિંહ ચંમ્પાવત પોતાના કબજાના રહેણાંક મકાનમાં ગે.ડા રીતે માદક પદાર્થ ગાંજો રાખી રાખી ગે.ડા.રીતે વેચાણ પ્રવૃત્તિ ક૨તો હોય જેથી તેના રહેણાંકના મકાનમાં રેઈડ કરી તપાસ ક૨તા તેની પાસેથી કુલ કિ.રૂા. ૫૧,૨૫૦/- નો મુદ્દામાલ વેચાણ અર્થે -રાખી મળી આવેલ હોય જેથી મજડુરો વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-૧૯૮૫ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સારૂ ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામા આવેલ છે.
અટક કરેલ આરોપીઓ:-
(૧) ચાંદમોહમ્મદ મામુખા તૈલી ઉ.વ.૩૫ રહે.મુળ બાવરીયો કા બાસ ખેજડલી કલા તા.લુણી જી.જોધપુર(રાજસ્થાન) હાલે રહે.જલારામ સોસાયટી PWD ક્વાટર્સની બાજુમાં ભચાઉ કચ્છ
(૨) છોટુસિંહ કરણસિંહ ચંમ્પાવત ઉ.વ.૩૦ રહે. ખેજડલી કલા તા.લુણી જી.જોધપુર (રાજસ્થાન) હાલે રહે. જલારામ સોસાયટી PWD ક્વાટર્સની બાજુમાં ભચાઉ કચ્છ
પકડવાના બાડી આરોપી:-
અશોક બિશ્નોઈ રહે. રહે. ખેજડલી કલા તા.લુણી જી.જોધપુર
મુદ્દામાલની વિગત-
(૧) ગાંજો ૩.૯૬૦ કિલો ગ્રામ કિ રૂ ૩૯,૬૦૦/-
(૨) ડીજીટલ વજન કાંટો નં-૧ કિ.રૂ.૫૦૦/-
(૩) ઝીપવાળી કોથળી નંગ-૦૭ કિ.રૂ.00/00
(૪)મિણીયા (કોથળો)નંગ-૦૧ કિ.રૂ.00/00
(૫) મોબાઈલ ફોન-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/-
(૬) એક આધાર કાર્ડ, એક ચુંટણી કાર્ડ તથા એક લાઈટબીલ કિ.રૂ.00/00
(૭) રેલ્વે ટીકીટ નંગ-૦૨ કિ રૂ. 00/00
(૮) રોકડા રૂપિયા ૧૧૫૦/-
કુલ કિ.રૂા. ૫૧,૨૫૦/- નો મુદ્દામાલ
ઉપરોકત કામગીરીમાં એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પો.સબ. ઈન્સ. એન.કે.ચૌધરી તથા એસ.ઓ.જી.સ્ટાફ જોડાયેલ હતો.