આદિપુરમાં એક મહિલા પર આરોપી શખ્સે કર્યો ધોકા વડે હુમલો

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, આદિપુરમાં એક મહિલા પર નિર્લજ્જ હુમલો કરાયો હોવાનો મામલો સામે આવી રહ્યો છે ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુર શહેરમાં આવેલ  બારવાળી વિસ્તારમાં ગૌશાળાની  અંદર એક મહિલા પર નિર્લજ્જ હુમલો કરી દેવાયો હતો, જેમાં મહિલાને અસ્થિભંગ સહિતની ઇજાઓ થઈ  હતી. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આદિપુરમાં બારવાળી વિસ્તારમાં રહેનારાં એક મહિલા તેમના ઘરની બહાર હતાં, તે દરમ્યાન ગૌશાળામાં એક  શખ્સે ગાળો આપતાં મહિલા ત્યાં ગયેલ હતાં. જ્યાં ઉશ્કેરાયેલા આરોપી  શખ્સે મહિલાને માર  મારી  બાદમાં ધોકાથી  હુમલો કરી દીધો હતો. મહિલાના માતા વચ્ચે પડતાં આ શખ્સે તેમને ધક્કો આપી પાડી દીધા હતા. વધુમાં આરોપી શખ્સે જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલ હતી. જાણવા મળી રહ્યું છે કે, કોર્ટમાં ચાલતા એક કેસમાં  આરોપીનો  ફોટો રજૂ કરવામાં આવતા તેનું મનદુ:ખ રાખી આ શખ્સે હુમલો કરી દીધો હતો.