ઝઘડિયામાં આવેલી DCM કંપનીમાં આગના પગલે દોડધામ, ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા

f4ad1eb1-81a3-439e-a273-04b836b69e3f

ભરૂચ જિલ્લાના ઝઘડિયા પાસે આવેલી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી છે. કંપનીના પાવર પ્લાન્ટના કોલસાના કન્વેયર બેલ્ટમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. DCM કંપનીની આસપાસ આવેલી કંપનીઓમાં કામ કરતા લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા. હાલ અંકલેશ્વર અને ઝઘડિયા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
ઝઘડિયા પંથકમાં આવેલી DCM કંપનીમાં પાવર ઉત્પાદન માટે લઈ જવાતા કોલસાના કન્વેયર બેલ્ટમાં કોઈ કારણસર આગ લાગતા આખો બેલ્ટ આગની ઝપેટમાં આવી ગયો હતો. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

રિપોર્ટ બાય:- કેતન મહેતા, ભરૂચ