ખાદ્ય પદાર્થ (અનાજ) નો શકપડતો મુદ્દામાલ પકડી પાડતી નખત્રાણા પોલીસ
મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી. ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ ગેરકાયદેસર રીતે થતા ખાદ્યપદાર્થના સંગ્રહ તથા હેરફેર બાબતે તકેદારી રાખવા સુચના આપેલ.
જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી આર.આઇ.સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ આ બાબતે નખત્રાણા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન નખત્રાણા પો.સ્ટે.ના એ.એસ.આઇ. યશવંતદાન એન ગઢવી નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે “ ધાવડા મોટા ગામની સીમમાં આવેલ મોહનભાઈ ભગતની વાડીની અંદર એક ટેમ્પો ઉભેલ છે જેની અંદર કંઈક ગેરકાયદેસરનો મુદ્દામાલ ભરેલ છે અને અમુક લોકો તે મુદ્દામાલ સગેવગે કરવાની ફિરાકમાં છે* તેવી બાતમી હકીકતના આધારે ધારે વર્કર વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા હકીકત વાળી જગ્યાએથી (૧) ચોખાના ૫૦ કિલ્લોના પ્લાસ્ટીકના લુઝ કોથળા નંગ-૧૯૫ જેમાં કુલ્લે ૯,૭૫૦ કિલ્લો ચોખા જેની કિંમત રૂપિયા ૨,૪૩,૭૫૦/- તથા (૨) ચણાના ૫૦ કિલ્લોના પ્લાસ્ટીકના લુઝ કોથળા નંગ-૨૩ જેમાં કુલ્લે- ૧,૧૫૦ કિલ્લો ચણા જેની કિંમત રૂપિયા ૪૬,૦૦૦/- તથા (૩) બાજરીના ૫૦ કિલ્લોના પ્લાસ્ટીકના લુઝ કોથળા નંગ-૦૫ જેમાં કુલ્લે- ૨૫૦ કિલ્લો બાજરી જેની કિંમત રૂપિયા ૫,૦૦૦/- તથા (૪) આ મુદ્દામાલ જે ટેમ્પોમાં ભરેલ હતો તે ટાટા કંપનીનો ટેમ્પો ૯૦૯ ઈ.એક્સ. જેના રજીસ્ટ્રેશન નંબર- જીજે ૧૨ એ.ટી. ૯૩૬૯ જેની કિં.રૂ. ૪,૦૦,૦૦૦/- તથા (૫) ટેમ્પોની અંદરથી મળી આવેલ કંતાનના તથા પ્લાસ્ટીકના ખાલી કોથળા કુલ્લે નંગ-૨૭૫ જેની કિં.રૂ. ૦૦/- એમ કુલ્લે કિં.રૂ. ૬,૯૪,૭૫૦/- નો શકપડતો મુદ્દામાલ મળી આવેલ છે જે મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા મામલતદારશ્રી નખત્રાણા નાઓને જાણ કરવામાં આવેલ
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ શ્રી આર.આઇ. સોલંકી તથા એ.એસ.આઇ યશવંતદાન ગઢવી તથા પો.હેડ.કોન્સ. નિકુંજદાન ગઢવી તથા પો.હેડ.કોન્સ. અનિરુધ્ધસિંહ જાડેજા તથા પો.કોન્સ. મયંકભાઇ જોષી તથા પો.કોન્સ મોહનભાઇ ગઢવી તથા પો.કોન્સ. લાખાભાઇ રબારી તથા પો.કોન્સ. વનરાજસિંહ જાડેજા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ છે.