“માંડવી ટાઉનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીને પકડી ચોરીમાં ગયેલ તમામ મુદામાલ રીકવર કરતી માંડવી પોલીસ “
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ, બોર્ડર રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ નાઓએ ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ ધરફોડ ચોરીના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ.
જે અનુસંધાને શ્રી આર.ડી.જાડેજા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ ભુજ નાઓના માર્ગદર્શન હેઠળ, ડી.ડી.શિમ્પી પોલીસ ઇન્સપેક્ટર, માંડવી પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફના માણસો માંડવી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન. ૧૧૨૦૫૦૩૧૨૪૦૦૭૧/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૪૫૭, ૩૮૦ મુજબના ગુનાનો મુદામાલ સોનાના અલગ-અલગ દાગીના કિ.રૂ. ૪,૬૫,૦૦૦/- તથા ચાંદીના અલગ-અલગ દાગીના કિ.રૂ. ૮૨૦૦/- તેમજ રોકડા રૂપીયા ૧૦,૦૦૦/- એમ મળી કુલ રૂ. ૪,૮૩,૨૦૦/-ની ઘરફોડ ચોરીના આરોપીઓ તથા મુદામાલ બાબતે માંડવી પોલીસ સ્ટાફ ચોર ઇસમો પકડી પાડવા સક્રિય હોય અને ટેકનીકલ સર્વેલન્સ તથા સી.સી.ટી.વી. ફુટેજ તપાસી તેના આધારે આરોપીને વેરીફાઇ કરી, માહિતી એકત્ર કરી, ચોરી થયેલ તમામ મુદામાલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ.
કબ્જે કરેલ મુદામાલ
(૧)સોનાની બંગડી નં.૮ જેની કિ.રૂ.૧,૦૫,૦૦૦/- (૨)સોનાના બ્રેસલેટ નં.૩ કિ.રૂ.૪૫,૦૦૦/- (૩) સોનાના લોકેટ ૧૦ કિ.રૂ.૧૫,૦૦૦/- (૪)સોનાની બુટી ૧૦ જોડી કિ.રૂ.૩૦,૦૦૦/- (૫)સોનાની વીંટી નં.૧૦ કિ.રૂ.૬૦,૦૦૦/- (૬)સોનાની ચેઈન નં.૩ કિ.રૂ.૪૫,૦૦૦/- (૭) સોનાનુ હાથનું કડુ ૧ કિ.રૂ.૩૦,૦૦૦/- તથા (૮)સોનાની નાની બુટી ૪ જોડી કિ.રૂ.૧૫,૦૦૦/- (૯)સોનાના પેન્ડલ નાના બે કિ.રૂ.૧૫,૦૦૦/- (૧૦) સોનાનો હાર ૧ કિ.રૂ.૧,૦૫,૦૦૦/- ચાંદીની માળા બે કિ.રૂ.૧૪૦૦/- તથા (૧૧) ચાંદીના સીક્કા ૮ કિ.રૂ.૩,૦૦૦/- તથા (૧૨)ચાંદીના ઘુઘરા બે કિ.રૂ.૩૫૦/- (૧૩)ચાંદીનુ રમકડુ (ચુસણીયુ) એક કિ.રૂ.૩૦૦/- તથા (૧૪) ચાંદીની ચેઈન બે કિ.રૂ.૧૪૦૦/- તથા તથા (૧૫) રોકડ રૂપીયા ૧૦,૦૦૦/- (૧૬) સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ. ૩૫૦૦/- (૧૭) ટુ વ્હિલ ટી.વી.એસ. કંપનીની સ્કુટી કિ.રૂ. ૨૦૦૦૦/- સહિત (૧૮) ગ્રાઇન્ડર(તીજોરી કાપવા ઉપયોગમાં લીધેલ) કિ.રૂ. ૧૫૦૦/- (૧૮) ડીઝીટલ તીજોરી કિ.રૂ. 00/00
કુલ્લે મુદામાલ કી.રૂા. ૫,૦૬,૪૫૦/-
- આરોપીની વિગત
ફિરોઝ મામદહુશેન રાયમા ઉ.વ. ૪૨ રહે. વલ્લભનગર, માંડવી
- ડીટેક્ટ થયેલ ગુનાની વિગત
માંડવી પોલીસ સ્ટેશન ગુ.ર.ન. ૧૧૨૦૫૦૩૧૨૪૦૦૭૧/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૪૫૪, ૩૮૦ મુજબ
ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર ડી.ડી.શિમ્પી, એ.એસ.આઇ વાછીયાભાઈ ગઢવી તથા પો.હે.કો. લીલાભાઇ દેસાઇ, ધર્મેન્દ્રસિંહ સોઢા, વશરામભાઇ પટેલ તથા પો.કોન્સ. કિરણભાઇ ચૌધરી, રામભાઈ ગઢવી, સાગરભાઇ ગોટેચા, તથા ડ્રા.પો.કોન્સ. આનંદભાઇ ધોકડીયા એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ.