અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીના મકાનમાં ચલાતા જુગાર ધામનો પોલીસે કર્યો પર્દાફાશ : ચાર જુગારપ્રેમીઓની કરી અટક
અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીના સ્વામિનારાયણ નગરમાં ચલાતા જુગાર ધામનો પોલીસે પર્દાફાશ કર્યો છે, ઉપરાંત ચાર જુગારપ્રેમીઓને રોકડા રૂ.21650 સાથે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહીતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં સ્વામિનારાયણ નગર વિસ્તારમાં મકાન નંબર 25 અને 26માં આરોપી ઈશમો બહારથી ખેલીઓ બોલાવી તેમને જુગાર રમવા સુવિધા કરી આપી જુગાર રમાડી નાલ ઉઘરાવી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી અહી જુગાર રમતા ચાર ખેલીઓને 21650ની રોકડ સાથે ઝડપી પડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.