ચેક પરત ફરવાના કેસમાં આરોપી શખ્સને છ માસની સજા ફટકારતી ગાંધીધામ કોર્ટ
ચેક પરત ફરવાના કેસમાં ગાંધીધામ કોર્ટે આરોપી શખ્સને છ માસની સજા ફટકારી હતી. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ મર્કન્ટાઈલ કો-ઓપ બેંક લી ગાંધીધામ દ્વારા આરોપી શખ્સ વિરુદ્ધ નેગોસીયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટના હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવેલ હતી. જાણવા મળી રહ્યું છે કે, ફરિયાદીએ આરોપી શખ્સને આપેલ લોનના હપ્તા ન ભરવા તેમજ આરોપી દ્વારા આપવામાં આવેલ ચેક બેંક ખાતામાં ભંડોળના અભાવે પરત ફરતા આરોપી ઈશમ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો. જેમાં આદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સને છ માસની કેસ ઉપરાંત ફરીયાદી બેંકને રૂા.40 હજાર ચુકવવા આદેશ જાહેર કર્યો હતો.