રામવાવમાં આધેડ પર હુમલો કરવાના પ્રકરણમાં આરોપી શખ્સોના જામીન કોર્ટે નકાર્યા

રાપર ખાતે આવેલ રામવાવમાં આધેડ પર હુમલો કરવાના પ્રકરણમાં આરોપી શખ્સોના જામીન કોર્ટે નામંજૂર કર્યા હતા. આ મામલે પ્રાપ્ત વિગતો મુજબ થોડા દિવસો અગાઉ રાપર તાલુકાના રામવાવ ગામમાં આધેડ પર ચાર શખ્સો દ્વારા  લોખંડના પાઇપ-ધોકાથી હુમલો કરી દેવામાં આવેલ હતો જેથી આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ મામલે  આરોપી શખ્સોને જામીન અરજી સાથે રાપરની અદાલતમાં  રજૂ કરવામાં આવતા તેમના જામીન કોર્ટે નામંજૂર કર્યા હતા.