“માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર રેતી (ખનીજ) ભરેલ બે ટ્રકને પકડી ડીટેઇન કરી ખાણ-ખનીજ વિભાગ તરફ મોકલી આપતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા સુચના આપેલ હોય જે અનુસંધાને,

આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઇ જોષી, રાજેન્દ્રસિંહ રાઠોડ, શક્તિસિંહ ગઢવી તથા મહિપાલસિંહ પુરોહિતનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઇ જોષીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, કોડકી માનકુવા રોડ બાજુ મખણા તરફ થી બે ડમ્પર ટ્રક રોયલ્ટી પાસ-પરમીટ વગર રેતી ભરી આવે છે જેથી તુરત જ બાતમી હકીકત આધારે વોચમાં હતા દરમ્યાન હકીકત મુજબના વાહન (૧) ટાટા કંપનીનો ડમ્પર ટ્રક જેના રજી નં. GJ 01 BY 3277 તથા (૨) ટાટા કંપનીનો ડમ્પર ટ્રક જેના રજી નં. GJ 11 VV 4671 વાળા આવતા તેને ઉભા રખાવી ચેક કરતા રેતી (ખનીજ) ભરેલ હોય જેથી ટ્રક ચાલક (૧) જાવેદ ઇસ્માઇલ જત ઉ.વ. ૧૯ ધંધો ડ્રાઇવીગ રહે સુમરાસર (જત) તા. ભુજ તથા (૨) અલીમામદ જાફર કુંભાર ઉ.વ.૨૭ ધંધો ડ્રાઇવીગ રહે લખુરાઇ ચાર રસ્તા તા.ભુજ વાળા પાસે રોયલ્ટી પાસ-પરમીટ માગતા રોયલ્ટી પાસ- પરમીટ ન હોઇ જે અંગે ખાણ ખનીજ ધાર કલમ-૩૪ મુજબ વાહનો ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરી બંને ટ્રક માનકુવા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી સારૂ સોંપવામાં આવેલ છે.