મુંદ્રા ખાતે આવેલ ભદ્રેશ્વરની મહિલા અને તેના પુત્ર સાથે 2 લાખની ઠગાઈ થતાં ફરિયાદ નોંધાઈ

મુંદ્રા ખાતે આવેલ ભદ્રેશ્વરની મહિલા અને તેના પુત્ર સાથે 2 લાખની ઠગાઈ થયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે ચડી છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મુંદ્રા ખાતે આવેલ ભદ્રેશ્વરની મહિલા અને તેના પુત્રના નામે  સબસિડીવાળી લોન પાસ કરાવી ભુજના શખ્સે સિક્યુરિટી પેટે આપેલ ચેકથી બે લાખ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 1-1-22થી 13-4-22 દરમ્યાન આ બનાવ બન્યો હતો. આ બનાવ અંગે ગત દિવસે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે ભદ્રેશ્વરના સંગીતાબા ઘનશ્યામસિંહ જાડેજા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.નોંધાવેલ ફરિયાદ અનુસાર આરોપી શખ્સ ઇલેકટ્રોનિક ફાયનાન્સ  લિ.ના  મેનેજરએ ફરિયાદી  અને તેના પુત્રને સબસિડીવાળી લોન કરાવી આપવા અર્થે વિશ્વાસમાં લઇ લોન માટે સહી-સિક્કા કરાવી લોન પાસ કરાવી આપેલ હતી.  ત્યાર બાદમાં ફરિયાદીના પુત્ર  પાસેથી લોન સિકયુરિટી પેટે એક્સિસ બેન્કનો ચેક પ્રાપ્ત કરેલ હતો. માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે, પાસ કરવામાં આવેલ લોનની રકમમાંથી ફરિયાદીના પુત્રએ સિકયુરિટી પેટે આપેલ ચેકનો આરોપી શખ્સે અંગત ઉપયોગ કરી ચેકથી  રૂા. બે લાખ એચડીએફસીના  સોહા એન્ટર પ્રાઇઝના ખાતામાં ટ્રાન્સફર કરી ઠગાઈ આચરી હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.