આદિપુર કોર્ટમાંથી જ આરોપી નાસી છૂટ્યો
copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, આદિપુર કોર્ટમાંથી આરોપી નાસી છૂટતા પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુર કોર્ટમાં પકડ વોરંટ રદ કરાવવા આવેલા આરોપી ઈશમને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ જાહેર કરવામાં આવતા આ શખ્સ કોર્ટમાંથી જ નાસી છૂટ્યો હતો. આ મામલે પ્રાપ્ત વિગતો મુજબ નવા કંડલાના રેલવે ઝૂંપડી વિસ્તારમાં રહેનાર આરોપી શખ્સ વિરુદ્ધ બે વર્ષ પૂર્વે કંડલા પોલીસ મથકે મારામારી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આ શખ્સ કોર્ટમાં હાજર ન થતાં તેના વિરુદ્ધ પકડ વોરંટ જારી કરવામાં આવેલ હતી. ગત દિવસે આ આરોપી શખ્સ ત્રીજા અધિક ચીફ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ઉપસ્થિત થયો હતો અને વોરંટ રદ કરાવવા માટે અરજી કરેલ હતી, જે મામલે ન્યાયાધીશએ આ શખ્સ ને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો આદેશ જાહેર કર્યો હતો. જે હૂકુમ બાદ આરોપી શખ્સ અદાલતમાંથી નાસી છૂટ્યો હતો. માહિતી મળી રહી છે કે, આ શખ્સને પકડી પાડવા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.