ભચાઉ ખાતે આવેલ સામખિયાળી પાસેની કંપનીમાં હાઇડ્રા મશીન ફરી વળતાં 39 વર્ષીય શખ્સનું મોત
ભચાઉ ખાતે આવેલ સામખિયાળી પાસેની કંપનીમાં હાઇડ્રા મશીન ફરી વળતાં 39 વર્ષીય શખ્સનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 21-2ના બન્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભચાઉ તાલુકાનાં સામખિયાળી નજીક આવેલ ગેલન્ટ ઇસ્પાત લિમિટેડ નામની કંપનીમાં ગત તા. 21-2ના રાતના સમયે મૃતક શખ્સ કંપનીમાં કામ કરી રહ્યો હતો. તે સમયે હાઇડ્રા મશીનના ચાલકે પોતાનું મશીન પાછળ લેતાં આ શખ્સ મશીનની અડફેટમાં આવી ગયો હતો. બનાવના પગલે આ શખ્સને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું.પોલીસે આ બનાવ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.