નખત્રાણા ખાતે આવેલ ભારાપર ગામની એક વાળીમાં મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ
નખત્રાણા ખાતે આવેલ ભારાપર ગામની એક વાળીમાં મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર નખત્રાણા ખાતે આવેલ ભારાપર ગામની સોમજિયાણી રતનશી લધાભાઈની વાડીમાં રાત્રિ દરમ્યાન પાંચ ફૂટ લાંબો મગર દેખાયો હતો, આ બનાવના પગલે વાળીના માલિક દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા રેન્જ ફોરેસ્ટ ઓફિસરો તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા.અને બાદમાં આ મગરને હેમખેમ પકડી તેને મથલ ડેમ ખાતે મુક્ત કરાયો હતો.