અમદાવાદ ખાતે આવેલ બાવળાની કંપનીમાં બન્યો રુવાંડા ઊભા કરી દેનારો બનાવ : ટ્રેકટરની ટ્રૉલી નીચે આવી જતાં 2 વર્ષીય બાળકનું મોત
copy image

અમદાવાદ ખાતે આવેલ બાવળાના કલ્યાણગઢમાં આવેલ કંપનીમાં ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવી જતાં બે વર્ષીય બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ કંપનીમાં કામ કરતો કોન્ટ્રાક્ટર અચાનક ટ્રેક્ટર પર જઈ રહ્યો હતો તે દરમ્યાન બે વર્ષનું બાળક ત્યાં રમી રહ્યું હતું. આ રમી રહેલા બાળક પર ચાલકનું ધ્યાન ન જતાં બાળક પરથી ટ્રોલી ચલાવી દીધી હતી. જાણવા મળી રહ્યું છે કે, આ રુવાંડા ઊભા કરી દે તેવા બનાવમાં 2 વર્ષના બાળકના આંતરડા બહાર આવી ગયા હતા. આ બનાવ અંગે બગોદરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તુરંત ઘટનાસ્થળે આવી હતી અને આરોપી શખ્સની અટક કરી હતી. પોલીસે આ અંગે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.