રાજકોટમાં પાર્ક કરેલ કારમાંથી રૂા.1.40 લાખની રોકડની તસ્કરી કરી ચોર ઈશમો થયા ફરાર
copy image

રાજકોટ ખાતે આવેલ કાલાવડમાં કારના કાચ તોડી 1.40 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ફરિયાદી નામવા રોડ પર વાયનોટ નામનુ જીમ ચલાવી રહ્યા છે.તેઓ ગત તા. 22ના રોજ સાંજના અરસામાં પોતાની કાર મારફતે એક મિટિંગમાં ગયેલ હતા. જ્યાં મિટિંગના સ્થળની સામે પોતાની કાર પાર્ક કરેલ હતી. બાદમાં મિટિંગ પૂર્ણ કર્યા બાદ પાર્ક કરેલી ગાડી નજીક આવતા ગાડીના કાંચ તૂટેલ હાલતમાં જોવા મળ્યા હતા. બાદમાં વધુ તપાસ કરતાં ફરિયાદીના જીમના ધંધાના રોકડા એક લાખ ચાલીસ હજારની તસ્કરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ ચોરીના બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.