ગાંધીધામ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં થયેલ બે વર્ષના માસુમ બાળકની નિર્મમ હત્યાના કેસમાં દિન-૭ મા ચાર્જશીટ કરી ત્રણ માસના ટુંકા સમયગાળાની અંદ૨ ન્યાયીક પ્રક્રિયા પુર્ણ કરી આરોપીને આજીવન કેદની સજા ફટકારતી સેશન્સ કોર્ટ ગાંધીધામ
copy image

ગત તા.૨૮/૧૦/૨૦૨૩ ના રોજ મોડી સાંજના ઝોન લાલ ગેઇટની સામે આવેલ અવાવરૂ બાવળની કાંટમાં બે વર્ષના એક બાળકની ખૂબ જ કુરતાપુર્વક હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવેલ હતી.જે અન્વયે ફરિયાદી- (બાળકના પિતા) રૂદલ સરયુગ યાદવ ૨હે.હાલ ગુ.હા.બોર્ડ, ગાંધીધામ મુળ ૨હે.બીહા૨વાળાએ કોઈ અજાણ્યા ઇસમમ દ્વારા બાળકનું ખુન કરવાના ઈરાદાથી અપહરણ કરી ખુન કરી નાખેલ હોય જે બાબતની બી ડિવિઝન પોલીસ સ્ટેશન,પૂર્વ કચ્છ-ગાંધીધામ ખાતે પોલીસ ફરિયાદ નોંધાવેલ હતી.જેથી સદરહુ ગુન્હાના આરોપીને શોધી કાઢી ગુન્હો ડીટેક્ટ ક૨વા તથા આરોપી વિરૂધ્ધ સત્વરે કાયદેસરની કાર્યવાહી ક૨વા માટે બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી જે.આર.મોથલિયા સાહેબ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સાગર બાગમાર સાહેબનાઓ દ્વારા સુચના આપવામાં આવેલ હતી.જે અન્વયે અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ તથા બી.ડિવિઝન પોલીસ સ્ટેશન,પૂર્વ કચ્છ-ગાંધીધામના પોલીસ ઇન્સપેક્ટર એમ.ડી.ચૌધરી સાહેબનાઓના માર્ગદર્શન મુજબ પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ ગુન્હાના આરોપી રૂદલકુમાર રામલખન યાદવ ઉ.વ.૪૦ રહે. હાલ ગુ.હા.બોર્ડ, ગાંધીધામ મુળ રહે.બીહાર વાળાને ટેકનીકલ રીતે સી.સી.ટી.વી. ફુટેજના માધ્યમથી ગણતરીની કલાકોમાં ઝડપી લઈ આ ગુન્હાની તપાસ કરનાર પો.સબ ઇન્સ.બી.એસ.ઝાલા દ્વારા આ ગુન્હાની સઘન તપાસમાં પોલીસ ટીમના કર્મચારીઓ સાથે રાખી અલગ અલગ દાર્શનિક, સાંયોગીક, વૈજ્ઞાનિક,ટેકનીકલી પુરાવાઓ તથાCCTV ફુટેજ એકત્રીત કરી ગાંધીધામ-પુર્વ કચ્છ જિલ્લાના મોબાઈલ ઇન્વે.યુનિટના FSL અધિકારી શ્રી એચ.એમ.રાજપરા સાહેબના સહયોગથી FSL રાજકોટના અધિકારીશ્રીઓ તથા ટીમ દ્વારા સૌથી ઝડપી કહી શકાય તે રીતે ફક્ત ૪૮ કલાકમાં ગુના કામે કબ્જે કરેલ આરોપીના કપડા,બલ્ડ સેમ્પલ,લોહી વાળો પથ્થર વિગેરે જેવા મુદ્દામાલનું પૃથ્થકરણ કરી અભિપ્રાય સર્ટિ આપતા દિન-૭ ની અંદ૨ કુલ ૫૫૦ કાગળોનુ આરોપી વિરૂદ્ધ ચાર્જશીટ નામદાર કોર્ટ ગાંધીધામ ખાતે કરવામા આવેલ હતુ અને આ કેસની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ દ્વારા આ કેસ નામદાર કોર્ટમાં ચાલુ થતા આ ગુના કામેના તમામ પંચો, સાક્ષીઓને સમયસ૨ કોર્ટની અંદર હાજ૨ ૨હે તે સારૂ અત્રેથી એક એ.એસ.આઈ. કક્ષાના પોલીસ કર્મચારીની નિમણુક કરી સરકારી વકીલ શ્રી એસ.જી.રાણા નાઓની સુચનાની અમલવારી કરી પુરાવાઓ તથા સાક્ષીઓને સમયસ૨ મુદતે હાજર રખાવવામાં આવેલ હતા.
આ કેસની હકીકત જોતા આરોપીએ પોતાની સાથે રૂમ પાર્ટનરશીપમાં રહેતા આ કામેના ફરીયાદી જે અલગથી રહેવા જતા આરોપીને માસીક મકાન ભાડુ તથા રાશનની અંદ૨ થતા રૂપીયા ૨૫૦૦/- જેટલો ફાયદો બંધ થઈ જતા આ બાબતેનો લોભ દ્વેષ રાખીને ફરીયાદીના બે વર્ષના કુંમળા નિર્દોષ બાળકને આરોપીએ અપહરણ કરી બદલાની ભાવનાથી પત્થર પર નીચે પછાડી તેના માથામાં ધારદાર પત્થર વડે ખુબજ બેરહેમીથી નિર્દયતાપૂર્વક ઘા કરી બાળકની હત્યા કરી નાખેલ હોય જે સમાજ માટે ખુબજ ઘૃણાસ્પદ અપરાધ હોય અને સમાજની અંદર ભવિષ્યમાં પણ આ રીતેનો બનાવ કોઈ ફરીવાર આચરે નહી તે આસયથી આ કેસમાં સરકારી વકીલશ્રીની આરોપીની ગુનામા સંડોવણી બાબતેની ધારદાર દલીલોના અંતે નામદાર શ્રી બીજા અધિક સેશન્સ જજ સાહેબ દ્વારા આરોપી રૂદલકુમા૨ રામલખન યાદવ ઉ.વ.૪૦ ૨હે. હાલ ગુ.હા.બોર્ડ,ગાંધીધામ મુળ ૨હે.બીહા૨ વાળાને આઈ.પી.સી.ની અલગ અલગ કલમોમાં દોષીત સાબીત માની આઈ.પી.સી.ની કલમ 30૨ માં આજરોજ આજીવન કેદની સજા તથા રૂપીયા ૨૦,૦૦૦/- ના રોકડના દંડની અને જો આ દંડની ભરપાઈ ન કરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા તથા આઈ.પી.સી. કલમ-૩૬૪ માં ૧૦ વર્ષ સખત કેદની સજા તથા રોકડ રૂ.૧૫,૦૦૦/- નો દંડ ક૨વામાં આવેલ છે. અને જો આ દંડની ભ૨પાઈ ન કરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા ક૨વાનો હુકમ ક૨વામાં આવેલ છે.
આમ આ સમગ્ર કેસમાં પોલીસ વિભાગ તથા સરકારી વકીલ સાહેબશ્રી દ્વારા ખંતપુર્વક મહેનત કરી તમામ સાહેદોને સમયસર મુદત દરમ્યાન હાજર રખાવી ખુન જેવા ગંભીર ગુન્હાની ટ્રાયલ ફક્ત ત્રણ માસમાં પુર્ણ કરી નામદાર સેશન્સ કોર્ટ ગાંધીધામ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ક૨વામાં આવેલ છે.