ભુજ ખાતે આવેલ ધાણેટી નજીકની એક કંપનીમાં કામ કરતી વેળાએ દીવાલ પરથી નીચે પટકાતાં 28 વર્ષીય યુવાનનું મોત

copy image

ભુજ ખાતે આવેલ ધાણેટી નજીકની એક કંપનીમાં કામ કરતી વેળાએ દીવાલ પરથી નીચે પટકાતાં 28 વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ ગત દિવસે રાત્રે બન્યો હતો. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ભુજ તાલુકાનાં ધાણેટી ગામ નજીક આવેલ વીનશ પાઇપ કંપનીનીમાં 28 વર્ષીય યુવાન કલ્પેશ ગાવિત દીવાલ ઉપર ઇલેકટ્રીક વાયરિંગનું કામ કરી રહ્યો હતો, તે દરમ્યાન તેનો પગ લપસતા તે દીવાલ પરથી નીચે પટકાયો હતો. ગંભીર ઇજાને પગલે તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.પધ્ધર પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.