અંજાર ખાતે આવેલ ચાંદ્રાણીમાં કંપનીમાંથી છૂટા કરવામાં આવેલ કર્મચારીએ મેનેજરને ધમકી આપતા ફરિયાદ
અંજાર ખાતે આવેલ ચાંદ્રાણીમાં કંપનીમાંથી છૂટા કરવામાં આવેલ કર્મચારી દ્વારા એચ.આર. એડમિનને ધમકી આપવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ બનાવ અંગે અંજાર તાલુકાનાં ચાંદ્રાણી ગામ નજીક મનાક્ષિયા કોટેડ મેટલ્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં એચ.આર. એડમિન તરીકે કામ કરનારા ભીખારીચરણ સંસારી શાહુ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર આરોપી એવાપૂર્વ કર્મચારીને કંપનીમાંથી છૂટા કરાયા બાદ પેટ્રોલ પંપથી મળતું તેમનું પેટ્રોલ બંધ કરાતા આરોપી કંપનીમાં ફરિયાદી પાસે જઈ બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી ઉપરાંત કંપનીનો મુખ્ય ગેટ બંધ કરી કામદારોને બહાર ન નીકળવાની ધમકી આપેલ હતી. પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.