શ્રી મતિયા નગર યુવા ગ્રુપ અંજાર દ્વારા પ.પુ.શ્રી ધણી માતંગ દેવ ની ૧૨૭૧મી ની ઉજવણી કરવામાં આવી

મહેશ્વરી સમાજ ના ઈષ્ટદેવ તથા બારમતી પંથ ના આદ્યસ્થાપક પ.પુ.શ્રી ધણી માતંગ દેવ ની ૧૨૭૧મી જન્મ જયંતિ ની ઉજવણી સૌ પ્રથમ શોભાયાત્રા મતિયા નગર ગરબી ચોક થી શ્રી મતિયા દેવ મંદિર સુધી પુજનીય ધર્મગુરુઓ તેમજ સામાજિક આગેવાનો સાથે સમાજ ના ભાઈઓ બહેનો અને આદરણીય વડીલો ની હાજરી માં કાઢવામાં આવી ત્યારબાદ સાંજે સમુહ પ્રસાદ નો આયોજન કરવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા એ સમુહ માં પ્રસાદ લઈ રાત્રે દાંડીયારાસ તેમજ મહાઆરતી સાથે પ.પુ.શ્રી ધણી માતંગ દેવ ૧૨૭૧ મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી ,જેમાં માગ સ્નાન વ્રતધારી મુખી શ્રી લાખાભાઈ પારિયા સાથે માઘસનાની વ્રત ધારી સંગ તથા ધર્મગુરુ શ્રી ખીમજીદાદા ધનજીદાદા માતંગ કિશોરભાઈ મારાજ મતિયા દેવ મંદિર ના મહંત શ્રી નવીનદાદા દેવજીદાદા માતંગ અંજાર મહેશ્વરી સમાજ ના પ્રમૂખ શ્રી ખીમજીભાઈ પાલૂસેઠ સિંધવ મહેશ્વરી યુવા સંગઠન પ્રમુખ શ્રી તથા બહુજન આર્મી અધ્યક્ષ લખનભાઈ ધુવા ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ ના મહામંત્રી મોહનભાઈ ગોપાલભાઈ ધુવા મંગલભાઈ ધુવા રાષ્ટ્રીય સુજાન અધ્યક્ષ જગદીશભાઈ પારીયા તથા નામી અનામી દાતા તથા મહેમાનો ની ફૂલહાર સાથે સન્માન કરવા મા આવ્યું હતુ તેમજ બહુજન આર્મી દ્વારા માગસનાની ના ફોટો ફ્રેમ ફૂલ હાર સાથે સન્માન કરવા મા આવ્યું હતુ તેમજ ગ્રુપ ના તમામ સભ્યો એ ખુબ સારી સેવા આપી હતી. અને રાત્રે સમૂહ પ્રસાદ પછી પરમ પુજ્ય શ્રી ધણી માતંગ દેવ નુ કેક કાપી મહાઆરતી કરી દાંડિયારાસ નો કાર્યક્રમ કરવા મા આવેલ હતું જેમા મહેમાન શ્રી અંજાર મહેશ્વરી સમાજ ના પ્રમુખ શ્રી મામૈદેવ બગથળા યાત્રા ધામ ના પ્રમુખ શ્રી અંજાર નગર પાલિકા ઓફિસ સુપ્રિટે્ડેન્ટ ખીમજીભાઈ પાલુસેઠ સિંધવ અખિલ કચ્છ મહેશ્વરી યુવા સંગઠન પ્રમુખ તથા બહુજન આર્મી અધ્યક્ષ લખનભાઈ ધુવા રાષ્ટ્રીય સુજન અધ્યક્ષ જગદીશભાઈ પારીયા ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ માહમંત્રી શ્રી મોહનભાઈ ગોપાલભાઈ ધુવા સામાજિક અગ્રણી મંગલભાઈ ધુવા બહુજન આર્મી કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી મંગલભાઈ ડુગડિયા સાથે ગીરી સાઉન્ડ ના સથવારે દાંડીયારાસ ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા,શ્રી અંજાર મહેશ્વરી સમાજ ના લોકો, આજુબાજુ ના ગામડા ના લોકો સાથે બહોળી સંખ્યા માં ધર્મપ્રેમી જનતા ના સાથ સહકાર, ઢોલ નગારા ના નાદ અને ફટાકડા ની ધુમ સાથે શ્રી ધણી માતંગ દેવ ની ૧૨૭૧ મી જન્મ જયંતિ ની ઊજવણી કરવામાં આવી હતી એવું શ્રી મતિયા નગર યુવા ગ્રુપ અંજાર દ્વારા જણાવવામાં આવ્યું …..જય ધણી માતંગ દેવ…. જય મતિયા દેવ…