ભારતીય ડાક વિભાગ દ્વારા તા.૨૯મીના ભુજ ખાતે ડાક સમુદાય વિકાસ કાર્યક્રમનું આયોજન

 ભુજ ખાતે કેન્દ્ર સરકારના ભારતીય ડાક વિભાગ દ્વારા દશનામ ગોસ્વામી સમાજવાડી ખાતે તા. ૨૯મી ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦ કલાકે તમામ નાગરિકો માટે નાણાકીય સેવા અને વીમા કવરેજ અંગેનો ડાક સમુદાય વિકાસ કાર્યક્રમ યોજનાર છે.

ડાક સમુદાય વિકાસ કાર્યક્રમનો મુખ્ય હેતુ કેન્દ્ર સરકારશ્રી અને રાજય સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા આપવામાં આવતી પ્રજાલક્ષી યોજનાઓ ને સુવિધાઓ એક જ સ્થળે એક સાથે પુરી પાડવાનો છે. જે અંતર્ગત આધારકાર્ડ બનાવવું, આધારકાર્ડમાં સુધારો કરવો, ટપાલ વીમા યોજના, પોસ્ટ ઓફીસ બચત યોજના, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેન્કની યોજનાઓ વગેરે તથા રાજય સરકારશ્રીના વિવિધ વિભાગ હેઠળ આવતી વિવિધ યોજનાઓ લાભ લેવા અધિક્ષક ડાકધર, ભુજની અખબારી યાદીમાં જણાવાયું છે.