પ્રોપર્ટી ખરીદવામાં પુરુષોની સરખામણીમાં મહિલાઓને થાય છે કેટલાક લાભ

copy image

copy image

જમીન કે મકાન ખરીદવા પર મહિલાઓને કેટલીક વસ્તુઓમાં છૂટ મળતી હોય છે તેમજ કેટલો ફાયદો પણ થતો હોય છે જેનો મોટા ભાગના લોકોને ખ્યાલ હોતો નથી. ત્યારે ચાલો આજે જાણીએ કે, મહિલાઓને જમીન કે મકાન ખરીદવા પર આ વસ્તુઓમાં મળે છે છૂટ અને કેટલીક જગ્યાએ થાય છે ફાયદો. તમે પરિણીત છો અને જો તમે પણ પ્રોપર્ટીમાં રોકાણ કરવા જઈ રહ્યા છો, તો તમારા માટે એ જરૂરી બાબત છે જાણવી કે, તમારી પત્નીના નામે પ્રોપર્ટી ખરીદવી એ નફાકારક સોદો હોઈ શકે છે. સામાન્ય રીતે લોકો ઘર ખરીદવા માટે લોન લે છે, ઘણી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પુરૂષોની સરખામણીએ મહિલાઓને વ્યાજ દરમાં રાહત આપે છે. કોઈ પણ પ્રોપર્ટીની ખરીદી કરવા અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સ્ટેમ્પ ડ્યૂટીની વસૂલાત કરવામાં આવે છે, જેમાં ઘણા રાજ્યોમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓને બે ટકા સુધીની રાહત મળે છે. ઉપરાંત મહિલાઓને ઘર ખરીદ્યા બાદ પ્રોપર્ટી ટેક્સમાં પણ રાહત મળે છે. વિવિધ શહેરોની મ્યુનિસિપલ કોર્પોરેશનો આ ડિસ્કાઉન્ટ આપે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદવાનું ચલણ આ કારણથી જ વધુતું જોવા મળી રહ્યું છે. જો તમે પરિણીત નથી તો તમે તમારી માતાના નામે પ્રોપર્ટી લઈ શકો છો, તેનાથી તમને હજારો રૂપિયાનો લાભ થઈ શકે છે.