શાળાએથી છૂટીને ઘરે પરત ફરતી 16 વર્ષીય તરુણી કાળનો કોળિયો બની
16 વર્ષીય તરુણી શાળાએથી છૂટી અને ઘરે ન પહોંચી. કાળ લઈ ગયો આ માસૂમ 16 વર્ષીય તરુણીને. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ બપોરે શાળાથી છૂટયા બાદ ઘરે આવતી બાગની 16 વર્ષીય તરુણી પ્રાચી દિનેશ મોતા મોપેડ લઈને જઈ રહી હતી તે દરમ્યાન છોટા હાથીની ટક્કર લાગતાં આ 16 વર્ષીય તરુણીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે તેની સાથે બેઠેલી સાથી મિત્રને ઇજા પહોંચી છે. પ્રાપ્ત વિગતો મુજબ ગત દિવસે બપોરે બપોરે અભ્યાસ પૂર્ણ થયા બાદ ધો11માં ત્રણ ટુકર હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી પ્રાચી અને રિદ્ધિ બન્ને શાળાએથી છૂટતાં પરત પોતાના ઘરે જઈ રહી હતી તે સમયે જૈન આશ્રમ નજીક છોટાહાથી સાથે અથડાતાં તે રસ્તાની સાઈડમાં પડી ગયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 16 વર્ષીય તરુણી પ્રાચીનું ઘટસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. જ્યારે તેની સાથે બેઠેલી રિદ્ધિને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ભુજ દાખલ કરવામાં આવી છે.