વાંકાનેર ખાતે આવેલ પલાસડીમાં જાહેરમાં જુગાર રમતા ચાર ખેલીઓ પોલીસના સકંજામાં

copy image

copy image

વાંકાનેર ખાતે આવેલ પલાસડીમાં જાહેરમાં જુગાર રમતા ચાર ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન વાંકાનેર ખાતે આવેલ પલાસડી ગામના બસ સ્ટેન્ડમાં જાહેરમાં જુગાર રમતા ચાર ખેલીઓને ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી 10,600 હસ્તગત કર્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.