ગાંધીનગરમાં સામે આવી અવનવી ચોરીની રીત : ATMમાં સેલોટેપ જેવી પટ્ટીનો ઉપયોગ કરી રૂ.20 હજાર સેરવી લીધા
લોકના ATM દ્વારા ઠગાઈના કિસ્સા તો અત્યાર સુધી ઘણા જોવા મળ્યા હતા પરંતુ, ગાંધીનગરમાં કઈક અલગ જ પ્રકારનો ચોરીનો કિસ્સો બન્યો હોવાનું સામે આવી રહ્યું છે. આ મામલે મળેલ માહિતી અનુસાર ગાંધીનગરના સેક્ટર – 6/બીમાં આવેલા ATMમાં સેલોટેપ જેવી પટ્ટીનો ઉપયોગ કરી રૂ. 20 હજાર સેરવી લેવાયા હોવાનો આશ્ચર્યચકિત બનાવી દે તેવો કિસ્સો સામે આવી આવ્યો છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 27/02ના રોજ ગાંધીનગરના સેકટર – 6/બીમાં રહેતા ધર્મેન્દ્રભાઈ સોરઠીયા બેંકના એ.ટી.એમમાંથી રૂપિયા ઉપાડવા ગયા હતા. જ્યાં તેમના દ્વારા એ.ટી.એમમાં કાર્ડ ભરાવી પીન નંબર નાખીને 20 હજાર ઉપાડવા માટેની પ્રોસેસ કરવામાં આવી હતી તેમના મોબાઈલમાં ખાતામાંથી પૈસા ડીબેટ થયાનો મેસેજ આવ્યો હતો,પરંતુ ATMમાંથી પૈસા ન નીકળ્યા. ત્યાર બાદ આ શખ્સે તાકિદે ઇન્ફોસિટી ખાતેની એસ.બી.આઇ. બ્રાંચમાં ગયેલ પરંતુ બેંક દ્વારા ઓનલાઇન ફરિયાદ કરવા અંગે જણાવતા ત્યાંથી નીકળી ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે આ ATM માં એક વ્યક્તિએ 20 હજાર અને બીજાએ 9 હજાર ઉપાડવાની પ્રોસેસ કરી હતી. આ દરમ્યાન બેંકના કર્મચારીઓ મશીનમાં પૈસા જમા કરાવવા જતાં સામે આવ્યું કે, કોઈએ પૈસા ડિલેવર થવાની જગ્યાએ પટ્ટી ચોંટાડીને રૂપિયા ચોરી લીધા છે. બાદમાં વધુ તપાસ કરતાં એ.ટી.એમ ખોલીને જોવામાં આવતા મશીનમાંથી 20 હજાર અને 9 હજાર નીકળ્યા હતા. આ મામલે સેકટર – 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.