મચ્છુ નદીના પુલ નજીક નેશનલ હાઈવે પર બેદરકારીથી રાખવામા આવેલ ડમ્પર પાછળ મોટર સાઈકલ ધુસી જતા બે યુવાનના મોત

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, મોરબી વાંકાનેર રોડ પર આવેલ મચ્છુ નદીના પુલ નજીક નેશનલ હાઈવે પર બેદરકારીથી ડમ્પર રોડ પર ઉભું રાખી દેવામાં આવતા ડબલ સવારી મોટર સાઈકલ પાછળ ધુસી જતા બે યુવાનના મોત નિપજ્યાં છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મામલે વાંકાનેરના રામકૃષ્ણનગરમાં રહેતા રણછોડભાઈ જીવણભાઈ સારલા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર  ડમ્પરના ચાલકે પોતાનું ડમ્પર મોરબી વાંકાનેર જતા માર્ગ પર મચ્છુ નદીના પુલ પર રોડ વ્ચ્ચે પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વિના કે કોઈ આડશ રાખ્યા વિના બંધ હાલતમાં ઉભી રાખી દિધેલ હતું. જેથી ફરિયાદીનો પુત્ર અને તેનો મિત્ર મોટર સાઈકલ સાથે ડમ્પર પાછળ ધુસી જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા બંનેના મોત નીપજયા હતા.પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.